જાટાવાડામાં અગાઉનાં મનદુ:ખના મુદ્દે યુવાનને માર મારી લૂંટ ચલાવાઈ
copy image

રાપર તાલુકાના જાટાવાડામાં અગાઉ મનદુ:ખ મુદે ત્રણ શખ્સોએ ખેડૂત યુવાન ઉપર હુમલો કરી રૂા. 40 હજારની સોના ની ચેઈન ઝૂંટવી લૂંટ ચલાવી હતી. ગામના રબારીવાસ પાસે ગત તા. 11/7ના રાતના 22.30 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે ફરિયાદી નરેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા આરોપી સુખદેવસિંહ ખેતુભા વાઘેલા, લક્ષ્મણસિંહ નવુભા જાડેજા, કાનુભા જયેન્દ્રસિંહ વાઘેલા વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી સુખદેવસિંહએ ફરિયાદી ની જમીન ઉપર દબાણ કરતા તેમની સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ કરી હતી. જેના મનદુ:ખને લઈને ફરિયાદી જઈ રહયા હતા ત્યારે આરોપીઓએ બોલાચાલી કરી ઉશ્કેરાઇ કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો હતો. ફરિયાદી ઈજાગ્રસ્ત હાલતમાં ઉભા હતા તે સમયે આરોપી સુખદેવસિંહ તેના ગળામાં સોનાની ચેઈન ઝુંટવી લીધી હતી. આ ઉપરાંત લક્ષ્મણ સિંહ નવુભા જાડેજા, કાનુભા જયેન્દ્રસિંહ વાઘેલા પણ લાકડી મારી ફરિયાદીને ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું હતું . મારામારી સાથે લૂંટના બનાવમાં પોલીસે તપાસ વધુ તેજ બનાવી હતી .