ગાંધીધામમાં કિક્રેટનો સટ્ટો રમતા ઈસમની ધરપકડ

dharpakd

copy image

copy image

ગાંધીધામમાં જાહેરમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની પોલીસે અટક  કરી હતી. પંચરંગી સંકુલની એમ્પાયર હોટેલ  પાસેથી પોલીસે આરોપી ત્રિલોકચંદ ઈશ્વરલાલ મંગલાણી (રહે. દુબઈ ટેક્ષટાઈલ્સ નગર, વોર્ડ નં. 6/બી, આદિપુર)ની પાંચ હજારની કિંમતના મોબાઈલ સાથે  ધરપકડ કરાઈ  હતી. પકડાયેલ આ શખ્સ પોતાના આર્થિક ફાયદા માટે મોબાઈલ ફોન  વડે  ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમી રમાડતો  હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.