આદિપુરના શખ્સને ઈલેક્ટ્રોનીક ફંડ ટ્રાન્સફરના રીટર્ન કેસમાં 1 વર્ષની સજા
copy image

આદિપુરના રહેવાસી પ્રકાશ ઐયરનો વાહન લોનના ઈલેક્ટ્રોનીક ક્લીયરીંગ સીસ્ટમ ફંડ ટ્રાન્સફર રીટર્ન કેસ ચાલી ગયા બાદ ગાંધીધામના ત્રીજા અધિક ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ દ્વારા તકસીરવાર ઠરાવીને સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી એચડીએફસી બેંક લિ. નો કેસ એવો હતો કે આરોપી પ્રકાશ ઐયરે ફરિયાદીની બેંકમાંથી વાહન લોન પર લીધુ હતું. આરોપીએ લોનના રીપેમેન્ટ પેટે ઈલેક્ટ્રોનીક ફંડ ટ્રાન્સફરનું મેન્ડેટ આપ્યું હતું. ફરિયાદી બેંકે તેને ક્લીયરીંગ માટે રજુ કરતા ઓછા ફંડના શેરા સાથે તે પરત ફર્યું હતું. ત્યારબાદ ફરિયાદી તરફથી એડવોકેટ મારફત નોટીસ પણ મોકલાઈ છતાં તે રકમ ચુકવાઈ નહતી.