બિદડામાં આંગણામાં પડ જમાવી બેઠેલ 5 મહિલા સહિત 10 ખેલી ઝડપાયા

jugar

copy image

copy image

માંડવી તાલુકાના બિદડા ગામના મફતનગરમાં રહેણાંક મકાનના આંગણામાં ગંજીપાનાનો જુગાર રમતા દસ ખેલીઓને પોલીસે રોકડ રૂપિયા 12 હજાર સાથે ઝડપી લીધા હતા. સોમવારે સાંજના અરસામાં  કોડાય પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે બિદડાના મફતનગરમાં મકાનના આંગણામાં કેટલાક ઈસમો જુગાર રમે છે.બાતમીને આધારે સ્થાનિકે દોરડો પાડતા આરોપી સામત બાબુ જોગી,હુસેન ઇશાક સાટી,વિશ્રામ સામત જોગી,લક્ષ્મીચંદ નારણ જોગી,ચાપશી જેઠા મહેશ્વરી, બબીબાઈ નારણ જોગી, નાનબાઈ લક્ષ્મીચંદ જોગી,હીરબાઇલાખિયાર સંઘાર,હેમાબેન કલુભા જાડેજા અને હીરબાઇ સામત જોગીને રોકડ રૂપિયા 12 હજાર સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.