રામપર રોહાના યુવાનનાં સગપણ તૂટી જતાં જીવ દીધો

copy image

copy image

copy image
copy image

નખત્રાણા તાલુકાનાં રામપર રોહાના 30 વર્ષીય યુવાનનાં સગપણ તૂટી જતાં તેનાં મન દુ:ખમાં આવેશમાં આવી ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું.મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના રામપર રોહામાં રહેતા ભીખાભાઈ રબારીનાં સગપણ સામાજિક કારણોસર તૂટી જતાં તેનું મન દુ:ખ તેને સતત રહેતું હતું. આથી આવેશમાં આવીને તેણે ગત તા. 13/11ના કોઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધાની વિગતો નખત્રાણા પોલીસ મથકે તેના ભાઈએ જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી છે. બીજી તરફ મુંદરા તાલુકાના ગેલડાના 40 વર્ષીય યુવાનને દેશલપરની વાડીમાં વીજ શોક ભરખી ગયો હતો. માહિતી મુજબ મુંદરા તાલુકાના ગેલડામાં રહેતાને ગઈકાલે તા. 14/11ના 10 વાગ્યાના અરસામાં જયરાજસિંહ કિશોરસિંહ જાડેજાની વાડી દેશલપર ખાતે આકસ્મિક રીતે વીજ કરંટ લાગતાં તેનું મૃત્યુ થયાની વિગતો આજે તેના પુત્ર વિજયેશે મુંદરા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી છે.