ગુનેરીમાં પરપ્રાંતીય શ્રમજીવીની માસૂમ બાળકીને વીજશોક ભરખી ગયો

dead-body-floor-60202053

copy image

copy image

લખપત તાલુકાના ગુનેરીમાં બીએસએફ ચેકપોસ્ટ પાસે ઝૂંપડામાં રહેતા મધ્યપ્રદેશના પરપ્રાંતીય વડસિંગ રામસિંગ ભીલવાલની આઠ વર્ષીય માસૂમ દીકરી પાયલને ગઇકાલે ઝૂંપડામાં વીજતારમાં હાથ અડી જતાં શોક લાગી જતાં તેનો જીવનદીપ બુઝાયો હતો. લખપત તાલુકાના સરહદી ગુનેરીમાં બીએસએફની ચેકપોસ્ટ પાસે ઝૂંપડામાં રહેતા મૂલ માછલિયા જિલ્લો ધાર મધ્યપ્રદેશના શ્રમજીવી વડસિંગ રામસિંગ ભીલવાલની આઠ વર્ષીય માસૂમ બાળકી પાયલ સાંજના અરસામાં  ઝૂંપડામાં રમતા-રમતા અકસ્માતે વીજતારને હાથ અડકી જતાં વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. બાળકીને સારવાર અર્થે દયાપર સી.એચ.સી. ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી .