કુંભારિયામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર બોગસ તબીબ ઝડપાયો

copy image

copy image

રાપર તાલુકાના કુંભારિયા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ડિગ્રી વગરના એક ડોકટરને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા. 27,887નો મેડિકલને લગતો સામાન જપ્ત  કરાયો હતો. કુંભારિયાથી મેવાસા જતા માર્ગ ઉપર કુંભારિયા ગામમાં કાના અરજણ વરિયાના ભાડાના મકાનમાં જયેશ હીરા ગોહેલ નામનો શખ્સ ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી દરમ્યાન પોલીસે પલાંસવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સરકારી તબીબને સાથે રાખી અહીં દોરડો  પડ્યો હતો. રૂમમાં ટેબલ, ખુરશી, પલંગ, લાકડાંના ઘોડા ગોઠવીને બેઠેલ મૂળ મોરબીનો જયેશ ગોહેલ મળી આવ્યો હતો. તેની પાસેથી ડોકટરની ડિગ્રી મગાતાં પોતે ધો. 12 પાસ હોવાનું જણાવ્યું હતું. આ દવાખાનામાંથી મળી આવેલા ઇન્જેકશન, દવા, સિરપ એલોપોથી છે. આવી દવાઓ આ શખ્સ કોઇને ન આપી શકે તેવો અભિપ્રાય સરકારી તબીબે આપતાં આ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. આ રૂમમાંથી સ્ટેથોસ્કોપ, રક્તચાપ માપવાનું મશીન, આઇ  સેટ, યુરીનબેગ, નેબ્યુલાઇઝર માસ્ક, કોટોન રોલ, ડાયકોઝેબ, પેરસિટામોલ, સિરપ, કાતર, સિરિઝનું બોક્સ, ડેકસોના, ડાયકલો, એન.એસ.ની શીશી,  સીટ્રેજીન વગેરે મેડિકલને લગતો રૂા. 27,887નો સામાન કબ્જે  કરવામાં આવ્યો હતો.