જમીનના કેસમાં નિવૃત્ત નાયબ કલેક્ટરના જામીન નામંજૂર

copy image

copy image

copy image
copy image

નામાંકિત કંપની તથા ટ્રસ્ટ સહિતના અરજદારોને અસર કરતી કચ્છની કિંમતી જમીનોના મામલે 16 વર્ષ બાદ થોડા દિવસ પૂર્વે તત્કાલીન સમયના નાયબ કલેકટર જયદીપકુમાર દિનેશચંદ્ર જોશી (હાલ નિવૃત્ત) વિરુદ્ધ ફરિયાદ બાદ તેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેમણે કરેલી જામીન અરજી નામંજૂર થઈ હતી.મહેસૂલી નિયમોનું ઉલ્લંઘન કરી સરકારને 79.67 લાખની નુકસાની કર્યાની જે.ડી. જોશી વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદના કેસમાં તેમની અટક બાદ તેમણે નિયમિ ત જામીન મેળવવા ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી કરતાં જજ પ્રિતેશ એલ. પટેલે જામીન નામંજૂર કર્યા છે અને તેઓને જ્યુડિશિયલ કસ્ટડી જેલ હવાલે કરાયા છે. સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આર.આર. પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી.