મોટા સલાયાના દુકાનદાર પર ત્રણ શખ્સોનો હુમલો

copy image

copy image

માંડવીના મોટા સલાયામાં ઠંડાપીણાની દુકાન પર રૂપિયા ફેંકવાના મામલે ગ્રાહક સાથે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ દુકાનદાર પર ઠંડાપીણાની બોટલ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ  હતી. પ્રાપ્ત માહિતી મુજબ માંડવીના મોટા સલાયામાં રહેતા જાવેદ હુશેન સન્ના તેમની ઠંડાપીણાની દુકાન પર હતા ત્યારે તે ગામના ઓવેશ સુલેમાન સોઢા, હાજી સુલેમાન સોઢા અને સાહિલ જુણેજાએ ઠંડાપીણાની બોટલ માગી રૂપિયા ફેંકતા જાવેદે તેનો ઈનકાર કરતાં ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ બોટલ વડે હુમલો કરી ધમકી આપી હતી.