સુમરાસરમાં યુવાનનું પાણીનાં ટાંકા પડી જતાં મોત

dead on lake

copy image

dead on lake
copy image

ભુજ તાલુકાના સુમરાસર ગામે રહેતો એક યુવાન ગતરાતના તેમના ઘરનાં પાણીનાં ટાંકામાં પડી જતાં તેનું ડુબી જવાથી મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભુજ તાલુકાના સુમરાસર ગામે રહેતા બાપુભાઈ ખીમાભાઈ મેરિયા (ઉ.વ.૪૦) નામ નો યુવાન મંગળવારે મોડી રાત્રિના તેના ઘરે એકલા હતા ત્યારે કોઈપણ કારણોસર ઘરનાં પાણીનાં ટાંકામાં પડી જતાં તે ડુબી ગયા હતા, આથી તેમને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.