લાખાપરમાં વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

લાખાપરમાં પ્રાગપર પોલીસે 1750ની કિંમતના દેશી બનાવટની વિદેશી શરાબની પાંચ બોટલ સાથે બુટલેગરને દબોચી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે મળેલ બાતમીના આધારે લાખાપર સ્થિત શંકર ભગવાનના મંદિર નજીક આવેલ સંગ્રામસિંહ રતુભા જાડેજાના ઘરે છાપો મારી તેને ગેલેરીમાં છુપાવેલી મેકડોવેલ બ્રાન્ડની પાંચ બોટલ સાથે ઝડપી લીધો હતો.પુછપરછ દરમ્યાન શરાબનો જથ્થો તેના ભાઈ હરિસિંહ રતુભા જાડેજાએ પહોંચાડયો હોવાનું ખુલતા બંન્ને વિરુદ્ધ પ્રોહીબીશનની ધારા હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.