નાડાપાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

suisaid

copy image

suisaid
copy image

ભુજ તાલુકાના નાડાપા ગામની 29 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભુમીબેન ભોજાભાઈ રબારીએ ગુરુવારે અંતિમ પગલું ભરી લીધું હતું.બનાવ સાંજના  સાડા ચાર વાગ્યાથી પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં હતભાગીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જેથી તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.સમગ્ર મામલે પદ્ધર પોલીસે બનાવ સબંધિત ગુનો દાખલ કરી  વધુ તપાસ હાથ ધરી હતી.