ખુઅડાની પવનચક્કીમાંથી 45 હજારના વાયરની ચોરી

copy image

copy image

અબડાસા તાલુકાના ખુઅડાની પવનચક્કીમાંથી 45 હજારના વાયરની તસ્કરી  થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે કોઠારા પોલીસ મથકે, ખાનગી એજન્સીના સુપરવાઈઝરે નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 5/7થી 18/7 દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ ખુઅડાની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી 900 મીટર વાયર કિ.રૂા. 45,000નો કાપી લઈ ગયા છે. કોઠારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.