સગીરાના અપહરણ કેસમાં આરોપીને સાત વર્ષની કેદ

copy image

copy image

સગીરના અપહરણ કેસમાં વર્ષ 2021ના અંતિમ માસમાં ભુજના વાલ્મીકીનગરમાં રહેતા આરોપી રવિ રામસ્વરૂપ આદિવાલ (ઉ.વ.21)ને સ્પે.પોકસો કોર્ટે સાત વર્ષની સખત કેદ તથા એક લાખનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો . આ બનાવની વિગતો મુજબ ગત તા.1/12/21ના ફરિયાદીની સગીર વયની ભત્રીજીનો કોઈ વ્યક્તિ વાલીપણામાંથી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં ભોગ બનનાર મળી આવતાં ખુલ્યું હતું કે, સગીરા અને આરોપી રવિ આદિવાલનો સંપર્ક મોબાઈલના હેલો એપ પર થયો હતો અને બન્ને બનાવના એક વર્ષ પહેલાંથી મોબાઈલ પર વાતચીત કરતા હતા. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી તા.1/12/21ના બસમાં ગાંધીધામ લઈ જઈ ત્યાંથી 4/12ના ટ્રેનમાં અમદાવાદ લઈ ગયો અને ત્યાંથી 9/12ના પરત આવ્યા. આ અંગે ભુજના એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ કરાઈ હતી. આ કેસ ભુજના સ્પે.પોકસો જજ વી.એ. બુદ્ધની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ચાર દસ્તાવેજી પુરાવા તથા છ સાક્ષી તપાસી આરોપી રવીને તકસીરવાન ઠેરવીને કલમ 363ના ગુનામાં ત્રણ વર્ષની કેદ અને 10 હજારનો દંડ તથા 366ના ગુનામાં સાત વર્ષની સખત કેદ તથા એક લાખનો દંડ ફટકાર્યો હતો. ફરિયાદી તરફે પોકસો એકટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહી દલીલો કરી હતી