કંડલાની સી રોક હોટલ પાસેથી મૃતદેહ મળી આવ્યો

copy image

copy image

copy image
copy image

કંડલામાં સી રોક હોટલ સર્કલ પાસે નાળામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કંડલા મરીન પોલીસે આ અંગે નોંધેલી અકસ્માત મોત અનુસાર ગત 21/7ના મોડી સાંજના અરસામાં  સર્કલ પાસે નાળાની દિવાલ પર બેઠેલો હતો, જેને ચક્કર આવતા  તે પાછળની નાળીમાં પડી જતા નાળામાં પડેલો પથ્થર માથામાં વાગ્યો હતો. જેને રામબાગ હોસ્પિટલ લઈ અવાતા તેનું મોત નિપજ્યાનું તબીબે જાહેર કર્યું હતું. અંદાજે 35 વર્ષના યુવનના હાથમાં મહાકાલ લખેલુ છે અને હજી સુધી ઓળખ સ્પષ્ટ થઈ શકી નથી. પરંતુ હાથમાં હિન્દુ ચિન્હ તરીકે મહાકાલ લખેલું હોવાથી તે હિન્દુ હોવાની શક્યતા સેવાઇ રહી હતી.