કાર્ગો આઝાદ નગરમાં લાકડી વડે ત્રણ શખ્સોનો હુમલો
copy image

ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે મધુરેશ ઉર્ફે અમરેશ ચૌધરીએ આરોપીઓ બલવીર ચૌધરી, ઈનરદેવ ચૌધરી અને આઝાદ ચૌધરી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે સાહેદ ઉમેશ ચૌધરી જમવાનું બનાવતો હોવાથી આરોપી બલવીર કહેવા લાગ્યો કે અમારૂ જમવાનું બનાવીશ નહી તેમ કહિને આરોપી બોલાચાલીઅને ઝઘડો કરવા લાગ્યા, ફરિયાદી વચ્ચે પડીને ઝઘડો ન કરવાનું કહેતા તેને લાકડીઓથી મારીને કપાળના ભાગે પાંચ ટાંકા જેવી ગંભીર ઈજા કરી, ગડદા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.