ગોધરાની નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો

dead-body-floor-60202053

copy image

copy image

ગોધરા ગામની ખારોડ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા ગામના જ આશાસ્પદ યુવાન હરેશ દેવજી જોગી (ઉ.વ. 30)નો મૃતદેહ લાંબી શોધખોળ બાદ શુક્રવારના  બપોરના અરસામાં મળી આવ્યો હતો. ગુરુવારે ખારોડ નદીમાં ડૂબેલા યુવાનનો પતો ન મળતાં અંતે મામલતદાર વિનોદભાઈ ગોકલાણીના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમે યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. આ કામગીરીમાં માંડવી પીઆઈ શ્રી સિમ્પી તથા તેમની ટીમ, માંડવી મરીન પીઆઈ શ્રી ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી સામરાભાઈ પટેલ, તલાટી શરદભાઈ, જાહન્વીબેન, સરપંચ વર્ષાબેન પી. કન્નડ પણ જોડાયા હતા. તેમજ આજુબાજુના ગામડાંમાંથી તરવૈયા અને વહીવટીતંત્ર સહિતના મદદે આવ્યા હતા.