52 અબજનું ઓનલાઇન ક્રિકેટ સત્તાનું નેટવર્ક ચલાવનાર આરોપી પાટણથી ઝડપાયો

copy image

copy image

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા હસ્તે ની સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. જેને આધારે ભૂજ સાયબર ક્રાઈમની ટીમે પાટણ પહોંચી ભરત ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી. પોલીસને જોકે શરૂઆતમાં મસમોટા રેકેટનો અંદાજ ન હતો. પણ જ્યારે આરોપીની પૂછપરછ કરીને તેનો ફોન ચેક કરતા પોલીસના હોંશ ઉડી ગયા હતા. આ અંગે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા એ જણાવ્યું હતું કે નેટવર્ક કરોડ બે કરોડનું નહીં પણ 52 અબજનું નીકળ્યું. આરોપી ભરતે તેના સાથીદારો સાથે મળીને માત્ર એક જ વર્ષમાં 52 અબજનું ટર્નઓવર કરી લીધું હતું. આ બાબતે આરોપીને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.. સાઈબર ક્રાઈમના PSI યુવરાજસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, મૂળ રાધનપુર તાલુકાનાં કમાલપુર ગામનાં અને હાલ અમદાવાદનાં ગોતા ચાર રસ્તા વિસ્તારમાં રહેતો તેમજ હાલમાં જ દુબઈથી ભરત ચૌધરી પાટણ આવેલો છે. જેને આધારે તેને ઝડપી લેવાયો હતો અને તેને પાટણની બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પાસેથી રૂ. 30,000ની કિંમતનો મોબાઈલ કબજે કરીને તેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય હવાલાબાજી કર્યાનાં પૂરાવા મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ભૂજ સાયબર ક્રાઈમની ટીમને માત્ર એટલી જ બાતમી મળી હતી કે, ભરત ચૌઘરી તેના સાથીદારો સાથે મળીને દુબઈમાં બેઠાં-બેઠાં હાલમાં કેનેડામાં ચાલી રહેલી એક ગ્લોબલ ટી-20 શરૂઆતથી લઈને અંત સુધીની તમામ મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે, ટીમના પરફોર્મન્સ તેમજ હાર-જીત પર મોટાભાયે સટ્ટોનું નેટવર્ક ચાલી રહ્યું છે. સટ્ટો રમવાના ઈચ્છુકને ભરત અને તેના સાથીઓ વોટ્સએપ પર ઓનલાઈન એક એપની લિંક મોકલતો એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યાં બાદ આઈડી પાસવર્ડ પણ સેન્ડ કરતા હતા. ત્યારબાદ લોગ-ઈન થયેલા સટ્ટોડિયાઓ મેચના પએરફોર્મન્સ તેમજ હાર-જીત પર પોતાના અનુસાર પૈસા લગાડતા હતા. મેચના અંતે નાણાકિય વ્યવહાર પણ એપ્લિકેશન મારફતે થતા હતા. હાલમાં જ ભરત દુબઈથી તેના વતન પાટણ આવ્યો હતો અને તેના ઘરે રોકાયો હતો. જોકે, ભૂજ સાયબર ક્રાઈમે ભરતની ધરપકડ કર્યા બાદ ભરતના મોઢે તેના સટ્ટાના નેટવર્કની વાત સાંભળી ભૂજ અને પાટણ બંને પોલીસ ચોંકી ઉઠી હતી તે સિવાય ભરત અને તેના સાથીદારો કેનેડાની ગ્લોબલ ટી-20 સિવાય પણ દુબઈમાં બેઠાં-બેઠાં દેશ-વિદેશમાં ચાલતી અલગ-અલગ ટુનામેન્ટ પર ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. આ બુકીઓનું માત્ર એક જ વર્ષમાં એટલે કે, છેલ્લે 2023માં જ 52 અબજ(રૂ. 52, 13, 64, 94, 530)ની મસમોટી રકમનું ઓનલાઈન સટ્ટાનું ટર્ન ઓવર હતું. હાલમાં પોલીસે તેની પાસેની રૂ.15 લાખની કાર અને રૂ.30000નો મોબાઈલ કબજે કર્યો છે. સાયબર ક્રાઈમ પોલીસે આરોપી ભરત ચૌધરી સહિત અન્ય છ આરોપીઓ સામે જુગારધારા કલમ 12 અને ભારતીય ન્યાય સંહિતા કલમ 65 અને આઈ.ટી.એક્ટ મુજબ ગુનો નોધીને આંતરરાષ્ટ્રીય હવાલા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. આરોપીના મોબાઈલમાં સર્ચ કરતાં અંદરથી અનેક ઓનલાઈન સટ્ટા રમવાની આઈ.ડી.ઓ મળી આવી હતી. જેની સંખ્યા 23 હતી. પોલીસે આરોપીની વધુ પુછપરછ કરતાં તેની પાસેની હેકટર કાર તેનાં ભાગીદાર રોનક રમેશભાઈ પ્રજાપતિના નામે છે. હાલ તેનાં કબજામાં છે. આઈ.ડી.ઓનાં નાણાંની ચુકવણી સર્વર દ્વારા પોતાની આઈ.ટી. કંપનીઓ પૈકી એક અમદાવાદમાં રજીસ્ટર થયેલી જીસીટી સોફટવેર સોલ્યુશન પ્રાઈવેટ લિ.અને દુબઈ સ્થિત યુજીસી વર્લ્ડ ટ્રેડિંગ અને આશુ ટેકનોલોજી એલએલસીનાં સર્વર દ્વારા આઈ.ડી.ધારકને મહિનાનાં ભાડા પેટે રૂપિયાની ચુકવણી થતી હતી. તે સિવાય આરોપી ભરત ચૌધરીનાં ફોનની વ્હોટસએપ ચેટમાંથી ભારતીય ચલણ રૂપિયાની ચલણી નોટોનાં ફોટોગ્રાફસ મળી આવતાં તે અંગે તેણે પોલીસને જણાવ્યું કે, આ નોટોનાં ફોટા દ્વારા અલગ-અલગ પાર્ટીને દુબઈ ખાતેથી સટ્ટાનાં રૂપિયાનાં હવાલા કરાવતો હતો. તેમજ એક ડેલ્ટીન બ્રિજેશ નામનાં એકાઉન્ટમાં ચેક કરતાં તેમાં એક રૂપિયાની ચલણી નોટનો ફોટો તથા તેનાં નીચે પાંચ પેટી (પાંચ લાખ) આપેલ છે તેવું લખેલું જોવામાં આવ્યું હતું. ભરતે પોલીસને જણાવ્યું હતું કે, આ વ્યવહાર મેં સટ્ટાનાં રૂપિયા અંગે કર્યો હતો તથા આ નાણાંકીય વ્યવહાર તે સટ્ટા બેટિંગ માટે મહાદેવ એપનાં માલિક ગ્રુપના સૌરભ ચંદ્રાકર તેમજ તેનાં સાગરિતો દ્વારા અન્ય સટ્ટાની નવ (9) બુકો વગેરે ચલાવે છે અને અતુલ અગ્રવાલ ભરત ચૌધરી સાથે ભાગીદારીમાં સટ્ટાનો ધંધો કરી રહ્યો છે. વ્હોટસએપમાં અતુલ અગ્રવાલનાં ખાતામાં જોતાં 1 જાન્યુઆરી 2024ની તારીખમાં ભરત ચૌધરીએ તેઓને વર્ષ 2023માં થયેલા નફાનો ફાઈનલ હિસાબની કોપી મોકલી આપી હતી. જે પોલીસે ખોલીને જોતાં ફાઈનલ હિસાબ 2023 અને તેમાં ટોટલ 52 અબજથી વધુનું ટર્ન ઓવર માત્ર 2023નાં એક જ વર્ષનાં સટ્ટા બેટિંગમાં જ થયેલ હોવાનો ખુલાસો થયો હતો. આરોપી ભરત ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, તેની સાથે દિલીપકુમાર માધવલાલ પ્રજાપતિ, ઝારખંડનાં ધનબાદનો સીંગ રવિકુમાર, રોનકકુમાર રમેશભાઈ પ્રજાપતિ તેનાં સાથીદાર છે. અને આ તમામ સટ્ટામાં અને નાણાંકિય હવાલામાં એકબીજાનાં ભાગીદાર છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આરોપી પાટણમાં કેમ આવ્યો તેનો જવાબ હજુ અનુત્તર જ રહ્યો નથી આ સટ્ટા કાંડ ની તપાસ બોર્ડર રેન્જ ના સાયબર સેલ ના પીઆઇ એલ.પી.બોડાણા ચલાવી રહ્યા છે