ચેક પરત કેસમાં બિદડાના શખ્સને એક વર્ષની કેદ

copy image

copy image

ચેક પરત થતાં થયેલા કેસમાં બિદડાના શખ્સને એક વર્ષની કેદની સજાનો હુકમ થયો હતો. આ કેસની વિગતો મુજબ બિદડાના રાજન યોગેશભાઈ ગડા અને અશ્વિન મૂરજી ચૌહાણ વચ્ચે મિત્રતાના સંબંધે અશ્વિનને ધંધા માટે 28 લાખ રૂપિયા રાજને એક વર્ષની મુદત સાથે આપ્યા હતા. આ લેણી રકમ પરત માગતાં આરોપી અશ્વિને ફરિયાદી રાજનના નામના અલગ-અલગ ચેક આપ્યા હતા જે અપૂરતા ભંડોળના લીધે પરત ફરતાં થયેલા કેસમાં માંડવીના ફર્સ્ટકલાસ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપી અશ્વિનને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે એક માસમાં ચૂકવી આપવા તેમજ જો નિષ્ફળ જાય તો 90 દિવસની સજાનો હુકમ કર્યો હતો. ફરયાદીના વકીલ પુપુલ એસ. સંઘાર હાજર રહ્યા હતા