ગળપાદર જેલમાં કેદીઓને દારૂની મહેફિલ માટે બોટલ પહોચડનાર સિપાહીની ધરપકડ

copy image

copy image

ગળપાદર જિલ્લા જેલમાં પોલીસની કાર્યવાહી દરમ્યાન જેલમાંથી નશાયુક્ત હાલતમાં અમુક કેદી મળ્યા હતા જેમાં પીવાનો, દારૂના કબજાનો, રોકડ રકમ, મોબાઇલ એમ જુદા જુદા ગુના નોંધાયા હતા  હતા. આ પ્રકરણમાં જે-તે સમયે ફરજમોકૂફ કરાયેલા એક સિપાહીની સંડોવણી બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. સમગ્ર જિલ્લા અને રાજ્યમાં ચકચાર જગાવનારી ગળપાદર જિલ્લા જેલનાં પ્રકરણમાં જ-તે વખતે જેલના કેદી મનોજ ઉર્ફે પકાડો કાનજી માતંગ, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રોહિત ગોવિંદ ગરવા, શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, ગોવિંદ દરજી મહેશ્વરી, રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર, સુરજિત દેવિસિંઘ પરદેશી, રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા વિરુદ્ધ ગુના નોંધાયા હતા. પીધેલા, દારૂના કબજાના, મોબાઇલ તથા રોકડ રકમ કબ્જે  કરવાના આ પ્રકરણમાં અગાઉ જેલના અધિકારીઓ સહિત પાંચ કર્મચારીઓને ફરજમોકૂફ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાથમિક તબક્કે યુવરાજસિંહ અને બાદમાં અન્ય કેદીઓની જુદી જુદી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેલમાં રહેલા ત્રણેક કેદીઓ જામીન પર મુક્ત થયા હોવાનું બહાર આવ્યું  હતું. દરમ્યાન આ કેદીઓની પૂછપરછ તથા તપાસમાં જેલના સિપાહી રવીન્દ્ર દિલીપ મૂળિયાએ બહારથી માલ મગાવી આપ્યો હોવાનું બહાર આવતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આ સિપાહીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.