વાંઢિયામાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ઝડપાયા

copy image

ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં તળાવની પાળે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી રોકડ રૂા. 21,200 કબ્જે કર્યા હતા. વાંઢિયા ગામના તળાવની પાળે રાતના અરસામાં અમુક શખ્સો મોબાઇલની લાઇટ ચાલુ કરી ગોળ કુંડાળું વાળી ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા તેવામાં અચાનક પોલીસ ત્રાટકતાં અમુક શખ્સો નાસી ગયા હતા. જ્યારે અકબર ગુલામશા મેરશા શેખ, રફીક દોશમામદ જુસબ ત્રાયા, રમજાન જુમા ખીમા ત્રાયા તથા ભદ્રેશ રણછોડ નાડોદાને પોલીસે પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 21,200 તથા ચાર મોબાઇલ અને ચાર બાઇક એમ કુલ્લ રૂા. 1,94,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન નાસી જનાર કોણ હતા તે બહાર આવ્યું ન હતું.