ભુજના ભીલવાસમાં નગરસેવિકા ઉપર ટોળાનો હુમલો

ભુજના ભીલવાસમાં રહેતા નગરસેવિકા રિતાબેન રાજેશભાઈ ભાંડેલે શેરીમાં કચરો ન ફેંકવા અને સફાઈ જાળવવા બાબતે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખતાં તેના મનદુ:ખમાં એક પરિવારના આઠથી વધુ લોકોએ લાકડી તથા હાથો વડે હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. આ અંગે જી.કે. જનરલ હોસ્પિટલાં સારવાર લઈ રહેલા વોર્ડ નં. 3ના નગરસેવિકા રિતાબેને મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી બીમારીને ધ્યાનમાં લઈ વિસ્તારમાં કચરો ન ફેંકવા તેમણે મેસેજ નાખ્યો હતો, જેના મનદુ:ખમાં આરોપી હરેશ રાઠોડ અને તેના પરિવારવાળા તથા જમાઈ સહિતના 8થી 10 લોકોએ હાથો તથા લાકડી વડે હુમલો કર્યો હતો. રિતાબેનના પતિ ઉપર પણ હુમલો કરી ઈજા પહોંચાડાયાનું પણ જણાવ્યું હતું.