ગાંધીધામની નવી  સુંદરપુરીના મકાનમાંથી દારૂ-બિયર સાથે એક ઝડપાયો

copy image

copy image

ગાંધીધામની નવી સુંદરપુરીમાં આહીરવાસમાં હનુમાન મંદિર પાસે રહેતા એક શખ્સને તેમના મકાનમાંથી દારૂ અને બિયરની ૭૪ બોટલ સાથે પોલીસે પકડી પડ્યો  હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામની નવી સુંદરપુરીમાં આહીરવાસમાં હનુમાન મંદિર પાસે રહેતા વીરમભાઈ રવજીભાઈ આહીર તેમના મકાન પરથી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વીરમભાઈની રૂ.૨૮,૮૪૦ની કિંમતની દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૭૪ નંગ સાથે તેની ધરપકડ કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી