મીઠીરોહરના આજવા પાર્કિંગમાંથી રૂ.૨૫ લાખના ટ્રેલરની તસ્કરી

copy image

copy image

ગાંધીધામના મીઠીરોહરના આજવા પાર્કિંગમાંથી રૂ.૨૫ લાખની કિંમતના ટ્રેલરની ચોરી થયાની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝનમાં નોંધાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંજારના બાગેશ્રી સીમમાં રહેતા જીવનદાન આવળદાન ગઢવીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ , તેમના કાકાના દીકરા કરણીદાન અને કલીનર મોરબીથી ગાંધીધામ રૂ.૨૫ લાખની કિંમતનું ટ્રેલર લઈને નીકળ્યા હતા, ત્યારપછી ટ્રેલરને મીઠીરોહરના આજવા પાર્કિંગમાં પાર્ક કરી કરણીદાન બિકાનેર ગયો હતો, જયાંથી પરત આવી ટ્રેલર લેવા જતાં ટ્રેલર જોવા મળ્યું ન હતું. આથી ગત તા.૧૯/૭ થી તા.૨૬/૭/ ૨૦૨૪ સુધીમાં કોઈ તસ્કર ટ્રેલર ચોરી ગયા હતા.