ભુજના ખાવડા માર્ગ પર યુવાન પર શખ્સનો ધોકા વડે હુમલો

copy image

copy image

ભુજના ખાવડા રોડ પર પાલારા જેલ પાસે રહેતા એક યુવાન પર જૂના ઝઘડાના મનદુ:ખના કારણે એક શખસે ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડતાં તેને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ભુજના ખાવડા રોડ પર પાલારા જેલ પાસે રહેતા શામજીભાઈ હમીરભાઈ કોલી (ઉ.વ.૪૦) પર બુધવારે સવારના નવ વાગ્યાના અરસામાં કે.વી.એસ.સ્કુલ પાસે હીરા રમજુએ જૂના ઝઘડાના મનદુ:ખના કારણે ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડતાં તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.