ગળપાદરમાં પાણીના પ્લાન્ટમાંથી દારૂ ઝડપાયો
copy image

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના ગેટ પાસે પાણીના પ્લાન્ટમાંથી પોલીસે રૂા. 26,100નો શરાબ હસ્તગત કર્યો હતો, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. ગળપાદરમાં ગેટ પાસે પાણીનો પ્લાન્ટ ચલાવનાર રાહુલ વિનોદ ચૌહાણ નામનો શખ્સ પ્લાન્ટમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે સાંજના અરસામાં પોલીસે કાર્યવાહી કરી હતી. પ્લાન્ટની અંદર જઇ બાથરૂમમાં તપાસ કરાતાં દારૂ નીકળી પડયો હતો. અહીંથી માસ્ટર બ્લેન્ડર્સની 20 બોટલ, રોયલ સ્ટેગની 20 બોટલ તથા કિંગફિશર બિયરના 17 ટીન એમ કુલ રૂા. 26,100નો દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો, પરંતુ રાહુલ ચૌહાણ નામનો શખ્સ હાજર મળ્યો ન હતો.