ગાંધીધામમાં વીજશોક લાગતાં આધેડે જીવ ગુમાવ્યો
copy image

ગાંધીધામના કાર્ગો નજીક ધોરીમાર્ગ પરના વીજથાંભલાને અડી જતાં વીજશોક લાગતાં નવલસિંઘ ગિરી કામી (ઉ.વ. 50) (રહે. ટોલા-નેપાળ)નું મોત નીપજયું હતું. નેપાળના ટોલામાં રહેનાર નવલસિંઘ નામના આધેડ થોડા દિવસ પહેલાં પોતાના દીકરાને મળવા ગુજરાત આવ્યા હતા. તેમનો દીકરો મોરબી રહે છે, પરંતુ આ આધેડ ભૂલથી ગાંધીધામ આવી પહોંચ્યા હતા. સવારના અરસામાં તે કાર્ગો નજીક સેવા આશ્રમ સામેના રોડ ઉપર હતા દરમ્યાન, ધોરીમાર્ગ પાસે આવેલા એલ એન્ડ ટીના થાંભલાને અડી જતાં તેમને વીજશોક લાગતાં આ આધેડે ત્યાં જ પોતાનો જીવ ખોયો હતો. થાંભલામાંથી વીજશોક કેવી રીતે લાગ્યો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.