મોથાળાના સરપંચને ફોન પર ધમકી આપનાર શખ્સ   સામે ફરિયાદ

copy image

copy image

મોથાળા ગામના સરપંચ અને વકીલાતનું કામ કરતા ફરિયાદી વિનેક કિશોરભાઈ ડાભીએ નલિયા પોલીસ મથકે આરોપી દયારામ ઉર્ફે દિનેશ ગૌરીશંકર અબોટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી  .ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 12 જુલાઈના પોતે પંચાયતના કામ અર્થે મામલતદાર ઓફિસમાં હતા.એ દરમિયાન પેથાપર ગામના ઘનશ્યામસિંહ ઉર્ફે ધનુભા ભીખુભાના મોબાઈલ પરથી પોતાને બે ફોન આવ્યા હતા. ફરિયાદીએ પોતાનું કામ પતાવી ઘનશ્યામસિંહને ફોન કર્યો હતો. અને વાતચીત ચાલુ હતી.એ સમયે આરોપીએ ઘનશ્યામસિંહ પાસેથી ફોન લઈ ફરિયાદીને ભૂંડી ગાળો બોલી ધાકધમકી કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.