ભીમાસરની સીમમાં પત્તા ટીંચતા દસ શખ્સો ઝડપાયા  

copy image

copy image

રાપર તાલુકાના ભીમાસર નજીક ટીનાવાંઢમાં ખેતરમાં જુગાર ખેલતા દસ શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 75,000 હસ્તગત  કર્યા હતા. કાર્યવાહી દરમ્યાન બે શખ્સ નાસી ગયા હતા. ભીમાસરની ટીનાવાંઢ સીમ વિસ્તારમાં રતન બાઉ મકવાણા (વજાણી)ના ખેતરની ઓરડી આગળ જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે સાંજના અરસામાં  દરોડો પાડયો હતો. અહીં ગંજીપાના વડે જુગાર રમી નસીબ અજમાવતા નરેન્દ્રસિંહ અખેરાજ સોઢા, રાજેન્દ્રસિંહ ભાવુભા ગોહિલ, રાણાજી બાઉજી પરમાર, દામજી જેઠા પટેલ, દામા વેલા સુથાર, અરવિંદ રતન ધિંગાણી (રાજપૂત), દિનેશ તળશી કોલી, દિનેશ બાઉ બાયડ, દાના વેલા ભરવાડા અને હરજી વેલા કોળીને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે કાના હાજા બારડ અને દેવરાજ અરજણ ગોહિલ નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડ રૂા. 75,000 એક બાઈક તથા 6 મોબાઈલ એમ કુલ્લ રૂા. 1,30,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.