ખીરસરાની વાડીમાં વૃદ્ધને વીજશોક લાગતાં મોત નીપજયું

dead-body-floor-60202053

copy image

copy image

અબડાસા તાલુકાના ખીરસરામાં આવેલી વાડીમાં વીજશોક લાગતાં રશીદ અસ્મેસીહ ખાન (ઉ.વ. 68) નામના વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, હતભાગી રશીદભાઈ વાડી પર કામ કરતા હતા, દરમિયાન મોબાઈલ ચાર્જ કરવા માટે જતાં ભૂલથી વીજ વાયર પકડી લેતાં વીજશોક લાગ્યો હતો અને બેભાન થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક કોઠારા અને ત્યાંથી નલિયા ખાતે લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કોઠારા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.