અંજાર તાલુકાના ૦૮ મધ્યાહન ભોજન સંચાલકોની  તદન હંગામી જગ્યાઓ ઉચ્ચક માનદ વેતનથી ભરાશે

અંજાર તાલુકાના સંઘડ પ્રાથમિક શાળા, રામપર પ્રાથમિક શાળામાધવનગર (ખેડોઇ)શાંતિધામ(ખંભરા) પ્રાથમિક શાળાખોખરા પ્રાથમિક શાળાહિરાપર કન્યા પ્રાથમિક શાળા,  ચકારમોરા વાંઢ પ્રાથમિક શાળા, ભલોટ પ્રાથમિક શાળા એમ કુલ ૦૮ કેન્દ્રો ઉપર સંચાલકોની જગ્યા ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ રહેલ તથા ચાર્જમાં આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે.

જે માટેનું નિયત અરજી ફોર્મ, અંજાર મામલતદાર કચેરી ખાતેથી મેળવીને સંપૂર્ણ વિગત ભરીને તા.૩૦/૦૫/૨૦૨૬ સુધી કચેરી સમય સુધીમાં મળે તે રીતે ટપાલથી મામલતદાર કચેરી-અંજારને મોકલી આપવાના રહેશે. તા.૩૦/૦૫/૨૦૨૬ના બાદ મળેલી અરજી ધ્યાને લેવામા આવશે નહીં. સ્થાનિક વિધવા ત્યક્તા મહીલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અગાઉ કરેલ અરજી માન્ય રહેશે નહીં. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. અગાઉ ગેરરીતી સબબ છૂટા કરેલ સંચાલકોને નિમણૂક માટે લાયક ગણવામાં આવશે નહીં.

ઉમેદવારી માટેની જરુરી લાયકાતમાં શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ ૫રંતુ આવી વ્યકિત ગામની વતની ન મળે તો તેનાથી નીચે ધોરણ–૭ પાસ સુધીના  ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે.  વય મર્યાદા – તમામ ઉમેદવાર માટે ૨૦ થી ૬૦ વર્ષની રહેશે. આ અંગે અન્ય જાણકારી, શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે. અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવાઓમાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ, ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.), રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડની નકલ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલા અન્ય આધાર એસ.બી.આઇ. બેંક ખાતા નંબર/પાસબૂકની ઝેરોક્ષ નકલ, તબીબી પ્રમાણપત્ર પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર ( ફોજદારી ગુનો નોંધાયેલ ન હોવા અંગેનું ઉપરોક્ત તમામ આધાર પુરાવાઓની પ્રમાણીત નકલો રજૂ કરવાની રહેશે તથા અરજદારે ઇન્ટરવ્યુ માટે તા. ૦૩/૦૬/૨૦૨૬ના રોજ સમયે ૧૨.૦૦ કલાકે મામલતદાર કચેરી અંજાર રૂબરૂ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તેવું મામલતદાર, અંજાર-કચ્છ દ્વારા જણાવાયું છે.