માંડવીમાં આશાસ્પદ યુવાને ગળેફાંસો ખાઇ જીવનદોરી ટુંકાવી

suisaid

copy image

suisaid
copy image

માંડવી તાલુકાના નાની ખાખર ગામે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ કોડાય પોલીસમાં નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના નાનીખાખર ગામે રહેતા કરણસિંહ બટુકસિંહ જાડેજા નામના ૨૫ વર્ષના યુવાને બુધવારે સાંજના અરસામાં પોતાના મકાનની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર નહાવાના ટુવાલને લોખંડના એંગલમાં બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આ અંગે જયદીપસિંહ બટુકસિંહ જાડેજાએ કોડાય પોલીસને જાણ કરતાં પી.એસ. આઈ. વી.જી. પરમારે વધુ તપાસ હાથ ધરી હતી.