ખરઅડિયામાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ખેલી ઝડપાયા
નખત્રાણા તાલુકાના ખરઅડિયા ગામમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ખેલીને નિરોણા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 2100 હસ્તગત કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગામમાં આવેલા ચોકમાં શાળાની બાજુમાં દીવાબત્તીના અજવાળે ધાણીપાસાનો જુગાર રમતા લખુભા ચાંદાજી જોડેજા, ચતુરસિંહ ભીખુભા જાડેજા, પ્રેમસિંહ હરિસિંહ જાડેજા અને રૂપસિંગ ગગુજી જાડેજાને પકડી લઈ રોકડા રૂા. 2100 હતગત કર્યા હતા. પોલીસે ખેલીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.