નખત્રાણામાં જમાઈએ કાકાઈ સસરાના ગળા ઉપર છરી ફેરવી હીચકારો હુમલો

copy image

નખત્રાણાના મફતનગરમાં જમાઈએ કાકાઈ સસરાના ગળા ઉપર છરી ફેરી હીચકારો હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતાં તેઓને સારવાર હેઠળ ખસેડાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી સંજય કાંતિલાલ કોલી (મૂળ સુખપર રોહા, હાલે દયાપર) જેઓ રાતના અરસામાં પોતાના મફતનગર રહેતા સસરાના ઘેર આવ્યા હતા. અંગત કારણોસર ઝઘડા દરમ્યાન સવારના આરોપી સંજય કોલીએ તેમના કાકાઈ સસરા હરેશ મીઠુભાઈ કોલીને ફોનથી વાત કરી તેને બોલાવી અન્યત્ર બાઈકથી મૂકી આવવા જણાવ્યું, દરમ્યાન બાઈકની પાછળ બેઠેલા કાકાઈ જમાઈ હરેશ કોલીને ખિસ્સામાં મૂકેલી છરીથી કાકાઈ સસરા હરેશ કોલીના ખૂનના ઈરાદે ગળાના આગળના ભાગમાં છરી ચલાવી તેને લોહીલુહાણ કરી દેતા બંને બાઈક ઉપરથી પડી ગયા હતા. ઘટનાની જાણ નખત્રાણા પોલીસ સ્ટેશને કરાઈ હતી. ઘાયલ હરેશને પ્રથમ નખત્રાણા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા .