આડેસરમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં સાસરિયા સામે ફરિયાદ
copy image

રાપરના આડેસરમાં યુવાન પરિણીતાના આપઘાત પ્રકરણમાં તેના સાસરિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. રાપરના વણોઇમાં રહેનાર ફરિયાદી હુસેન હમીર થૈમની દીકરી જાસ્મીનનાં લગ્ન આડેસર ખાતે કરાયાં હતાં. બે વર્ષના લગ્નગાળામાં પરિણીતાને દીકરાનો જન્મ થયા બાદ તેનું મોત થયું હતું. તેનો પતિ અસફર, સસરા જુસબઉમર હિંગોરજા, સાસુ શાયરાબેન ઘર તથા ખેતીના કામ અને આણામાં નબળી વસ્તુ લાવેલ છે, તેવા મેણા-ટોણા મારી યુવતીને શારીરિક, માનસિક ત્રાસ આપતાં ત્રાસથી કંટાળી તેણે ગત તા. 20/8ના પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર માટે રાધનપુર લઇ જવાતાં ત્યાં સારવાર હેઠળ પરિણીતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પરિણીતાને મરવા મજબૂર કરવાના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.