રામપર (અબડા)માં નવ જુગારીઓ પકડાયા

copy image

અબડાસા તાલુકાના રામપર (અબડા) ગામમાં આવેલી મદરેસાની પાછળ બાવળોની ઝાડીમાં તા. 25/8ના સાંજના અરસામાં ધાણીપાસા વાડે જુગાર રમતા મનીષ પ્રાગજી શાહ, દીપક મૂળજી ઠક્કર, દીપક નારણ દરજી, રાજેશ વેલજી દરજી, મુસ્તાક કાસમ બારાચ, કેતન શાંતિલાલ ચાવડા, ઈબ્રાહીમ ઓસ્માણ મિયાજી, નીતિન મંગળદાસ જોશી (રહે. તમામ નલિયા) તથા ઓસ્માણ અલીમામદ કુંભાર (રામપર-અબડા)ને રોકડ રૂા. 73,770, આઠ મોબાઈલ (કિં. રૂા. 54,000), એક ટુ વ્હીલર કિં. રૂા. 30,000 અને એક બેટરી કિં. રૂા. 5000 એમ કુલ 1,62,770ના મુદ્દામાલ સાથે નલિયા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.