મીઠીરોહર નજીક ટ્રકમાં પાછળથી છકડો ભટકાતાં બે યુવાનના મોત નિપજ્યાં

copy image

copy image

મીઠીરોહર નજીક આગળ ઊભેલી ટ્રકમાં પાછળથી છકડો ભટકાતાં આકાશ પ્રહલાદ  તથા અબ્દુલરસુલ ગુલામ શેખ નામના યુવાનોનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણને ઇજા પહોંચી હતી. મીઠીરોહર નજીક કચ્છ આર્કેડની સામે સર્જાયો હતો. મુસાફરોને લઇને છકડો ગાંધીધામથી નીકળ્યો હતો. છકડો કચ્છ આર્કેડ સામે પહોંચ્યો હતો ત્યારે રાતના અરસામાં  જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આગળ ઓવરબ્રિજ ઉપર કોઇ આડશ કે સિગ્નલ આપ્યા વગર ટ્રક ઊભી હતી. અંધારામાં આ ટ્રક પાછળ છકડો ભટકાતાં તેમાં સવાર આકાશ અને અબ્દુલરસુલ નામના યુવાનોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેમાં બંનેનું મોત નીપજયું હતું. જ્યારે ઉમેશ ભારતી સિંઘ, રામદિલ સિંઘ યાદવ અને તીર્થ રામનરેશ ભારતીને અસ્થિભંગ સહિતની ઇજાઓ થતાં ત્રણેયને સારવાર અર્થે લઇ જવાયા હતા. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.