ગાંધીધામમાં બંધ મકાનમાંથી 51 હજારના  મુદ્દામાલની ચોરી  

copy image

copy image

ગાંધીધામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી  સોના-ચાંદીના આભૂષણો  અને રોકડ સહિત કુલ રૂા. 51 હજારના  મુદ્દામાલની ચોરી  કરી લઈ ગયા હતા. સિંધુબાગની સામે ગુરુકુળમાં પ્લોટ નં. 42, ટેનામેન્ટ નં. 2માં ગત તા. 29/8ના રાતના નવ વાગ્યાથી તા. 30/8ના સવારે સાત વાગ્યા સુધીના અરસામાં ચોરી થઈ હતી. ઘરમાં લાઈટ ન હોવાથી મુંદરામાં આઈ.ઓ.સી. કંપનીના મેનેજર આદિત્યસિંહ રાજનકુમારસિંહ પોતાના પરિવાર સાથે આઈ.ઓ.સી.ના ગેસ્ટહાઉસમાં ગયા હતા. દરમ્યાન  અજાણ્યા  આરોપીએ તેમના ઘરનો દરવાજો તોડી  અંદર પ્રવેશ્યા હતા.  હરામખોરો  કબાટમાંથી  સોનાની બુટ્ટી નં. 2 ત્રણ ગ્રામ કિં. રૂા. 18 હજાર, ચાંદીના હાથના કડા નં. 6 કિં. રૂા. આઠ હજાર તથા રોકડા રૂા. 25 હજાર લઈ ગયા હતા.   પોલીસે આ કૃત્યમાં સામેલ આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી  જુદી-જુદી દિશામાં તપાસ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય  છે કે,  તાજેતરમાં  ગાંધીધામમાં ચડ્ડીબનિયાનધારી ટોળકી સક્રિય થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર વાયરલ થયો હતો. ચોરીના બનાવનો અટકાવા  કાયદાના રક્ષકો વામણા સાબિત થતા  હોવાના નાગરિકોએ આક્ષેપો કર્યા હતા.