મિરજાપરમાં ગંજીપાના વડે જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ

copy image

copy image

ભુજ તાલુકાના મિરજાપરમાં ગંજીપાના વડે જુગાર રમતી પાંચ મહિલા અને મુંદરાના બારોઇમાં રા પત્તા ટીંચતા બે ખેલી પકડાયા હતા અને એક નાસી છૂટયો હતો. મિરજાપરમાં યક્ષનગરી ખાતે જાહેરમાં સાંજના અરસામાં  ગંજીપાના વડે જુગાર રમતા રૂપાબા ઇન્દ્રસિંહ સોઢા અને રમણીકબા જગદીશસિંહ જાડેજા (રહે. બંને મિરજાપર) તથા રામબાઇ રવજી વરસાણી, રામબાઇ આતુ મહેશ્વરી (રહે. બંને ભુજ) તેમજ ઉમા પ્રકાશ વ્યાસ (સુખપર)ને રૂા. 5,840ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી વડીલ મહિલાઓને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, મુંદરાના બારોઇમાં બાપુનગરની શેરીમાં રાતના અરસામાં  જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પ્રિતેશ કનૈયાલાલ રાજગોર (બારોઇ) અને ભવ્ય જયંતીગર ગોસ્વામી (ધુણઇ)ને રોકડા રૂા. 13,800ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે પ્રહલાદસિંહ જાડેજા (બારોઇ) નાસી છૂટયો હતો. ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.