પડાણામાં વીજશોક લાગતાં ટેન્કર ઉપરથી પટકાયેલા આધેડનું મોત નીપજયું

copy image

copy image

ગાંધીધામ તાલુકાના પડાણામાં  ટેન્કર ઉપરથી પડી જતાં 53 વર્ષીય કમલેશ રવજીભાઈ સોલંકીનું  મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ તાલુકાના પડાણામાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 6ના  બપોરના  12.15ના અરસામાં બન્યો હતો. હતભાગી આધેડ ટેન્કર ઉપર ચડીને કામ કરતા હતા. આ દરમ્યાન ઈલેક્ટ્રિક લાઈનમાં હાથ અડી જતાં તેમને શોક  લાગ્યો હતો. ટેન્કર ઉપરથી નીચે પટકાતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમ્યાન તેમણે દમ તોડી દીધો હતો. અંજારની ગ્રીનલેન સોસાયટીમાં અકસ્માત મોતનો બનાવ  ગત તા. 6ના રાતના અરસામાં  બન્યો હતો. હતભાગી યુવાને  અગમ્ય કારણોસર ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.  બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી