ભચાઉના ઘરાણામાં ખેતર મામલે આધેડ ઉપર છરી વડે હુમલો કરાતા ચકચાર
copy image

ભચાઉ ખાતે આવેલ ઘરાણામાં ખેતર મામલે આધેડ ઉપર છરી વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, આ બનાવના ફરિયાદી એવા મુંબઇના અંધેરીમાં રહી સ્ટેશનરીની દુકાન ચલાવતા હરિ પચાણ ડાયા ડાંગર નામના આધેડે બે વર્ષ -પૂર્વે ભીમા કાના ડાંગર પાસેથી ઘરાણાની સીમમાં ખેતર ખરીદ્યું હતું, બાદમાં સારું વળતર મળતું હોવાના કારણે ભીમા ડાંગર અને તેના ભાઇઓ આ ખેતર પરત માગતા હતા. પરંતુ ફરિયાદીએ ખેતર આપાવાની ના કરતાં આરોપી શખ્સોએ ખેતર કેમ પરત નથી આપતો, તેમ કહી આ આધેડ ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં આ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.