દેશલપરની દુકાનમાં નુકશાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફોજદારી
દુકાનમાં આવી ઝઘડો કરી, લેપટોપ-પ્રિન્ટર તોડી નાખવા બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, કુરબઇના સચિનભાઇ જેઠાલાલ રૂડાણી દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. દેશલપરમા ફરિયાદીની ઓમકાર એન્ટરપ્રાઇઝ નામની દુકાન આવેલ છે. જ્યાં બપોરના સમયે આરોપી શખ્સ આવેલ અને મારા પિતાજીને દુકાનમાંથી ધક્કો મારી કેમ બહાર કાઢયા હતા, તેમ કહી ગાળો બોલી હતી. આ શખ્સને ગાળો બોલવાની ના પાડતાં કુહાડીથી જાનથી મારી નાખવાની ધમકી આપીને કુહાડીથી લેનોવો કંપનીનો લેપટોપ અને પ્રિન્ટર તોડી નુકશાન કર્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.