1.22 લાખના શંકાસ્પદ પી.વી.સી. પાઉડર સાથે એક ઈસમ ઝડપાયો

copy image

copy image

બિલ, આધાર – પુરાવા વિના શંકાસ્પદ પી.વી.સી. પ્લાસ્ટિકના પાઉડરની 68 બોરીઓ (કિં. રૂા. 1,22,400) મિની ટેમ્પોમાં ભરીને લઈ જતા શખ્સને એલીસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીની ટીમે ખાનગી બાતમીના પગલે જયનગર માર્ગ પાસેથી મિની ટેમ્પો જેની કિં.રૂા. 2,50,000ને રોકાવી ચાલક આરોપી મેહુલ શિવલાલ ઠક્કર (મૂળ બેલા-રાપર હાલે ભુજ)ને ઝડપી ટેમ્પોમાં ભરાયેલી પી.વી.સી. પાઉડરની 68 બોરી કિં. રૂા. 1,22,400ના બિલ, આધાર – પુરાવા માગતા તે આપી શક્યો નહતો. આ માલ તેના શેઠ ઘનશ્યામભાઈ ઠક્કરે મુંદરા ખાતે જઈ ત્યાંથી અહમદ પાસેથી ભરાવી લાવવા જણાવ્યાની કેફિયત આપી છે. શંકા પડતાં મુદ્દામાલ સાથે આરોપી મેહુલને ઝડપી આગળની કાર્યવાહી અર્થે એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.