પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ. શીણોલ સાહેનના ઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ચૌહાણ તથા રામજીભાઇ રબારીનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં આધુનીક ઈન્વેસ્ટીગેસન કીટ સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા મહેશકુમાર ચૌહાણનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “સવા ઉર્ફે સવરાજ હભુ બાતીયા(ગઢવી) રહે.કંઢોલ વાડી વિસ્તાર ઝરપરા તા.મુંદરા વાળાએ મોટી ભુજપુર ગામે આવેલ નર્મદા કેનાલની ઉતર દીશા તરફ આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં સફેદ કલરની ક્રેટા કાર લઇને ઉભેલ છે અને તેના કબ્જાની કેટા કારમાં ગે.કા.રીતે વિદેશદારૂનો જથ્થો રાખેલ છે અને તેની વાડીમાં બનાવેલ બાથરૂમમાં વિદેશીદારૂનો જથ્થો રાખેલ છે અને હાલે સગેવગે કરવાની તૈયારીમાં છે.” જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૩૯૬/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ,ઇ),૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ (ફલ્લે કિં.રૂ. ૧૫,૧૩,૬૭૬/-)

  • ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૬૪ કિ.રૂ.૫,૦૭,૭૭૬/
  • કેટા કાર જેનો રજી. નં. GJ-12-EE-2077 જેની કી.રૂ.૧૦,૦૦,000/-
  • મોબાઇલ ફોન નંગ ૦૧ કિં.રૂ. ૫,૦૦0/-
  • રોકડ રૂપીયા ૯૦૦/-
  • હાજર મળી આવેલ આરોપીઓ:
  • સવા ઉર્ફે સવરાજ હભુ બાતીયા(ગઢવી) ઉ.વ.૩૪ રહે.કંઢોલ વાડી વિસ્તાર ઝરપરા તા.મુંદરા