ચોખાની આડમાં લવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

image-186

કચ્છના પ્રવેશદ્વાર સમાન આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર વી.એ. સેંગલ અને ટીમે બાતમીના આધારે ટ્રકને અટકાવી તપાસ કરતાં ચોખાના 622 કટ્ટાની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ કાર્યવાહી દરમિયાન નુરદિન મગતુ અને ભગવાન ઉદેસીંગને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે રોયલ સ્ટેગ તથા સુપર જુબેલી બ્રાન્ડની કુલ 12,312 બોટલ એક ટાટા ટ્રક ચોખાના કટ્ટા મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા 1,11,14,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે