ઝીંકડી સીમની જમીન પચાવી પડાતાં બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ
copy image

ભુજ તાલુકાના ઝીંકડી સીમની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડયા અંગેની લેન્ડ ગ્રેબિંગ હેઠળ બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પદ્ધર પોલીસ મથકે કોટાયના લખમણ ઉર્ફે ભૂરાભાઈ કરમણભાઈ હીરાભાઈ બત્તા (આહીર)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની માલિકીની ખેતીની જમીન ઝીંકડી સીમમાં સર્વે નં. 104/પૈકી 2, 105, 106, 106/પૈકી 1 તથા 106/પૈકી-2વાળી સાડા અઢાર એકર જેટલી જમીન બે વર્ષ પહેલાં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદી હતી. જે જમીન આરોપીઓ જાનમામદ વલીમામદ મંધરિયા તથા ગુલામ જાનમામદ મંધરિયા (રહે બન્ને બોલાડી)એ ગેરકાયદેસર રીતે દબાણ કરી પચાવી પાડતાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરાતાં જિલ્લા કક્ષાની સમિતિના અભિપ્રાય બાદ બન્ને આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ પદ્ધર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.