વર્માનગર પાસે ટાયર ફાટતાં કાર પલટી : મેઘપરના યુવાનનું મોત નીપજયું

copy image

copy image

copy image
copy image

લખપત તાલુકાના વર્માનગર પાસે રાતના અરસામાં  અલ્ટો ગાડીનું ટાયર ફાટતાં કાર પલટતાં તેમાં સવાર 19 વર્ષીય યુવાન  વિરમ વાસંગ રબારી (રહે. મેઘપર, તા. લખપત)નું ગંભીર ઈજાના લીધે મોત  થતાં અરેરાટી પ્રસરી હતી. રાત્રે 10.45 વાગ્યાના અરસમાં વર્માનગર પાસે સર્જાયેલા અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી  મુજબ હતભાગી વિરમ રબારી તેના કૌટુંબિક સગા સાથે અલ્ટો કારમાં સવાર થઈ નારાયણ સરોવરથી વર્માનગર તરફ જઈ રહ્યો હતો. ગાડી હિરેનભાઈ થાવરભાઈ ચલાવતા હતા અને વિરમ બાજુમાં બેઠો હતો. વર્માનગર પાસે ગાડી પહોંચી ત્યારે ચાલુ ગાડીએ ટાયર ફાટતાં ગાડી પલટી ખાઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ વિરમને સારવાર અર્થે તેના કાકા સાજીભાઈ રબારી ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. સવારે વિરમનું મોત થયાનું ફરજ પરના તબીબે જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાઈ હતી.