વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી અંગ્રેજી શરાબ, આઇસર, કાર સાથે ત્રણ શખ્સો પકડાયા

હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધીની કળક અમલવારી માટે ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલ છે પરંતુ બુટલેગરો તેમાંથી પણ રસ્તો કાઢીને અલગ અલગ તરકીબ અપનાવી ગુજરાતમાં શરાબ ઘુસાડવાની કોશિષ કરી રહ્યા છે આવા જ એક બનાવમાં મોરબી એલસીબી પીઆઇ જાડેજાની ખાનગી બાતમી મળતા વાંકાનેર બાઉન્ડ્રી નજીક એલસીબી સ્ટાફ સાથે વોચમાં હતા. ત્યારે એક આયશર મેટાડોરમાં ફોરવિલ કાર ભરી ઉપરના ભાગે તાલપત્રીના વચ્ચે છુપાવીને લવાતો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો છે. આ અંગ્રેજી શરાબમાં blender pride whisky વોડકા બ્લેક એન્ડ વાઈટ સિગ્નેચર અને એન્ટિક યુનિટીની કુલ 469 બોટલ એક આઈસર ટ્રક જીજે 06 એક્સ એક્સ 9516 તેમજ બલેનો કાર જીજે 05 સીએફ 1122 તથા મોબાઈલ નંગ છ આમ કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧૧,૧૯,૧૦૦ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *