રતનાલ-નિંગાળ ચોકડી પાસે કારે ટુ વ્હીલરને અડફેટે લેતા રતનાલના વૃદ્ધનું મોત

ગત તા. 11-9ના ચુંબડક નજીક રતનાલ- નિંગાળ ચોકડી પાસે કારે ઇલેકટ્રીક ટુવ્હિલરને અડફેટે લેતા રતનાલના ૭૧વર્ષીયનુ ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પધ્ધર પોલીસ મથકે રતનાલના નવીનભાઇ રણછોડભાઇ વરચંદ (આહીર)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના દાદા ગત તા. 11-9ના સવારે તેમના કબજાની ઇલેકટ્રીક ટુ વ્હીરલથી રતનાલથી નિંગાળ તરફનો માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે અંજાર તરફથી પૂરપાટ આવતી ફોરચ્યુનર કારએ ટુ વ્હીરલના ચાલકને અડફેટે લેતા દાદાએ માથા તથા મોઢાના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.