Crime જામનગર શહેરમાંથી ખુંખાર તાજીયા ગેંગના ઈસમને બે પિસ્ટલ તથા બે તમાચા સાથે પોલીસે પકડી પાડ્યો 6 years ago Kutch Care News જામનગર શહેરમાંથી ખુંખાર તાજીયા ગેંગના ઈસમને બે પિસ્ટલ તથા બે તમાચા સાથે પોલીસે પકડી પાડ્યો છે. ઈસમ પાસેથી જીવતા કાર્ટીસ અને ફોરવ્હીલ કાર મળી કુલ રૂ.૩, ૩૨, ૧00 ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એલ. સી. બી. પોલીસ પકડી પાડ્યો છે. જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલનાઓના માર્ગદર્શન મુજબ હોલમાં નજીકના ગણતરીના દિવસોમાં સામાન્ય લોકસભાની ચુંટણી યોજાનાર હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રને શાંતિમય વાતાવરણમાં મતદાન થઇ શકે, કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે સારૂ રીઢા ગુનેગારો ઉપર વોચ રાખી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ જણાઈ આવ્યું કડક કાર્યવાહી કરવા સુચના કરેલ , જે અનુસંધાને એલ. સી. બી. પોલીસ ઇન્સ. આર. એ. ડોડીયાના દ્વારા એલ. સી. બી.ની અલગ અલગ ટીમો બનાવી સખ્ત પેટ્રોલીંગ રાખેલ. દરમ્યાન એલ. સી. બી. સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના ૫ગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર તથા અજયસિંહ ઝાલાને ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે તાજીયા ગેંગનો ખુંખાર ઈસમ વસીમ ઉર્ફે છોટીયો આમદભાઇ સુમરા રહે. રાજકોટવાળો પોતાના કબજાની અલ્ટોકાર જીજે 03 એચકે પcoરમાં ગેરકાયદેસરના હથિયારો રાખી રાજકોટ જામનગર આવવાનો છે. તેવી હકિકત આધારે ગુલાબનગર જામનગર ખાતે વોચમાં હતા દરમ્યાન ઉપરોકત નંબરની અલ્ટોકાર આવતા કોર્ડન કરી કારમાંથી ઈસમ વસીમ ઉર્ફે છોટીયો આમદભાઇ સુમરા રહે. પીરવાડી શેરી ૧ રાજકોટ મુડી – લૈયારા તા. ધોલ વાળાને પકડી પાડી તેના કબ્જામાંથી બે પિસ્ટલ તથા બે તમંચા તથા જીવતા કાર્ટીશ નંગ ૨૧ તથા અલ્ટોકાર મળી કુલ રૂ.૩,૩૨,૧oo નો મુદામાલ જપ્ત કરી મજકુર વિરૂધ્ધ એ. એસ. આઇ. જયુભા ઝાલાએ ફરીયાદ આપતા પો.સ.ઇ.કે.કે. ગોહીલએ અટકાયત કરી હથિયારધારા મુજબ ધોરણસરની તપાસ કરેલ છે. મજકુર ઈસમને હથિયાર બાબતે પુછતા પોતાના તાજીયા ગેંગના સાગરીત કનુભાઇ ભીલ રહે. રાધનપુરવાળાએ સપ્લાય કરેલનું જણાવેલ છે. મજકુસ્નો પુર્વ ઇતિહાસ જોતા સને ૨૦૧૮ ના જાન્યુઆરી મહિનામાં જોડીયા પોલીસ સ્ટેશનના પડાણા ગામની સીમમાં ઇગ્લીશ શરાબની પરપ પેટીમાં નાસતો ફરતો હતો. તેમજ મજકુર ઈસમ અગાઉ તાજીયા ગેંગની સાથે મળી આગડીયા લુંટ, ધાડ હથિયારધારાના ગુનામાં જામનગર, રાજકોટ, મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ છે. Continue Reading Previous વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી અંગ્રેજી શરાબ, આઇસર, કાર સાથે ત્રણ શખ્સો પકડાયાNext સાંય ગામના વાડી વિસ્તારમાંથી રૂ.૧,૧૮,૪૫૦ ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો પકડાયા More Stories Breaking News Crime Kutch વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ 15 hours ago Kutch Care News Breaking News Crime Kutch દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ 15 hours ago Kutch Care News Breaking News Crime Kutch માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ 16 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.